Total Pageviews

Monday, January 17, 2011

ઉત્તરાયણ ૨૦૧૧ - એક અહેવાલ

૧૬ January , ૨૦૧૧
સૌમિલ શાહ
અમદાવાદ

ભગવાન સૂર્ય દેવની આરાધના નો પર્વ ઉત્તરાયણ ગઈ કાલે સંપન થયો એના અહેવાલ નો એક નાનો અને પ્રથમ પ્રયાસ કરી રહ્યો છું.

૧૪ January ૨૦૧૧


પાછલા વર્ષો ની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ નો પર્વ આપના સ્નેહી શ્રી રોહીતભાઈ સોની ને ઘેર ઉજવામાં આવ્યો હતો. સર્વે મિત્રો ને ખુલ્લું આમંત્રણ હોવા છતાં મિત્રો એમના સામાજિક / વૈવાહિક પ્રશ્નો ને લીધે બપોરે ૩ વાગ્યા ની આસ પાસ રોહીત ના ઘેર ભેગા થયા હતા છતાં પણ બધા મિત્રો એમની પત્ની ને સાથે લાવી શકયા ના હતા. સર્વે મિત્રો અને કારણે ઘણા ખુશ હતા પણ રોહીત ને આવો લાભ મળ્યો ના હતો. બીજા મિત્રો ફાલ્ગુન ,મિહિર અને મૌલિન ની ગેરહાજરી ની ખોટ સાલી હતી. મિત્ર હર્ષિલ શાહ પણ એમની સામાજિક વ્યસ્તતા ને કારણે આવી શકયા ન હતા. સર્વે મિત્રોએ ઘણા જોશ સાથે પતંગ ચગાવવાની શરૂઆત કરી પણ પવન ની ઉદાસીનતા ને કારણે થોડા વ્યર્થ પ્રયત્નો બાદ થાકી ને પ્રત્યનો કરવાના છોડી દીધા હતા. છતાં પણ થોડા પતંગ ચગી શક્ય હતા જે નો સર્વે મિત્રોએ આનંદ લીધો હતો. મિત્ર કુણાલ અને તેજસ ની જોડી એ પણ કેટલાક વ્યર્થ પ્રત્યના પછી થોડાક પતંગ ને ફાડ્યા વગર ચગાવી લીધા હતા જે એમના માટે એક ગર્વ લેવા જેવી વાત છે. આ સીવાય રોહિત , હર્ષિલ (લંબૂ) અને સૌમિલે ઘણી સારી રીતે પતંગ ચગાવી ને આ પર્વ નો આનંદ લીધો હતો. થોડો સમય સોનલે પણ એના સુપુત્ર શ્રીયુત ખેલન સાથે ધાબા ઉપર આવી અને પતંગ ચાગવાનો આનંદ લીધો હતો. શ્રીયુત ખેલન ના ધાબા પર આવ્યા પછી થાકેલા પતંગબાજો એ ખેલન ને રમાડી ને થોડોક થાક ઉતાર્યો હતો. પણ ખેલન ને ઉચકીને ફરીથી આ પતંગબાજો ના હાથ દુખી ગયા હતા.આથી ખેલન ને કોઈ બીજાને આપી પતંગ ચગાવવા માં મશગુલ થઇ ગયા હતા. ત્યારબાદ અંધારું થયા સુધી પતંગ ચગાવવા માં આવ્યા હતા.

ત્યાર બાદ રાત્રે ક્યાં જમવા જવું એના પર એ ટૂંકી પણ ગંભીર ચર્ચા થઇ અને આખરે આ નિર્યણ લેવાને સત્તા તેજસ અને સૌમિલ પણ છોડી મિત્રો ફ્રેશ થવા ગયા. આ દરમ્યાન તેજસ અને સૌમિલ થોડા વિચાર વિમર્શ પછી Cellad Eatery જવાનું નક્કી કર્યું. લગભગ ૮:૩૦ કલાકે બધા મિત્રો Cellad Eatery ભેગા થયા અને ફૂડ નો આનંદ માણવાનો આરંભ કર્યો. પણ અડધું ડીનર પૂરું કરતા કરતા તો કુણાલ અને રોહિત ને એ ખ્યાલ આવી ગયો કે આ ખાવાનું આપણુ કામ નું નથી અને આમાં તો પેટ નહિ ભરાય. છતાં પણ Garlic Bread અને Veg dippers with cheese fondue નો આનંદ મણ્યો હતો. આ સાથે ગાજર ના હલવા નો પણ આસ્વાદ મણ્યો હતો. છતાં પણ કુણાલ તો મોઢું બગાડી ને ખાઈ પૈસા વસુલ કરવા ખાતો હોય એવું લગતું હતું. છતાં પણ ઘણા આનંદ અનુ ઉલ્લાસ સાથે અમે અમારું ડીનર પૂર્ણ કર્યું. ત્યાર બાદ પરિમલ પાન હાઉસ ખાતે રવિભાઈ એ બનાવેલ પાન નો આસ્વાદ લઇ વાતો કરતા કરતા રાત્રે ૧૦: ૩૦ કલાકે સૌ છુટા પડ્યા અને બીજા દિવસે એટલે કે શનિવારે વાસી ઉત્તરાયણ ના પર્વ ને માણવા ફરી થી રોહિત ના ઘેર ભેગા થવા નું નક્કી કરી છુટા પડ્યા.

૧૫ January ૨૦૧૧

વાસી ઉત્તરાયણ ના પર્વ પણ સર્વે મિત્રો બપોરે ૩ : ૦૦ કલાકે રોહિત ને ત્યાં ભેગા થયા પણ કીન્ના બાંધેલા પતંગ ના હોવાથી તે લેવા માટે થોડી દોડધામ કરી પતંગ ભેગા કાર્ય. આજે પણ સર્વે મિત્રો એકલા જ હતા પણ મેઘના ના આગ્રહ ને વશ થઇ હર્ષિલ મેઘના અને રોશની ને લઇ ને રોહિત ને ત્યાં આવી ગયો. હર્ષિલ મેહતા પણ bank નો કામ પૂરું કરી Uncle Sam's ના pizza ખાઈ રોહિત ના ઘેર આવી ગયો હતો.

બધા મિત્રો એ ભેગા મળી ને ઘણા પતંગ ચગાવ્યા આમે મેઘના,રોશની અને સોનલે પણ ખુબ ઉત્સાહ સાથે ભાગ લીધો. આ દરમ્યાન બીજા મિત્રો ખેલન અને કવિશ ને રમાડવા માં મશગુલ હતા. પવન ઘણે અંશે અનુકુળ હોવાથી પતંગ ચગાવવાની મઝા આવી.મહદ અંશે દિવસ ઘણો આનંદમય પસાર થયો. સાંજે હર્ષિલે શાહ એ એની બહાર જમવા આવાની શારીરિક અન્નીછા દર્શાવી અને ઘેર જવાનું પસંદ કર્યું.

મિત્ર તેજસ ની અગમચેતી અને આગવી કોઠાસૂઝ થી અમને તરત Saffron C. G. Road માં જગ્યા મળી ગઈ. સુંદર ખાવાનો સ્વાદ માણી ને સર્વે મિત્રો એ (સૌમિલ, રોશની, હર્ષિલ, તેજસ, રોહિત, સોનલ અને ખેલન) તૃપ્તિ નો ઓડકાર લીધો હતો. ત્યારબાદ સોનલ અને રોશની ને ઘેર મુકીઆવી ને રોહિત તેજસ અને સૌમિલ એ પરિમલ પાન પાર્લર ના પાન નો આનંદ મણ્યો હતો. ત્યાર બાદ સૌ છુટા પડ્યા હતા.

આ સાથે ઉત્તરાયણ ૨૦૧૧ ના પર્વ નો અંત આવ્યો.

આદરણીય શ્રી ડાહ્યાભાઈ સોની નો ખુબ ખુબ આભાર કે અમેણે દર વખત ની જેમ આ વખતે પણ એમનું ધાબુ પતંગ ચગાવવા માટે આપ્યું.

આ સાથે કેટલાક ફોટોસ પિકાસા વેબ પર upload કર્યા છે.

મિત્રો આ સાથે પ્રથમ વાર બ્લોગ લખવા નો પ્રત્યન કર્યો છે. આપના સલાહ સૂચનો આવકાર્ય છે.

સૌમિલ શાહ

Saturday, June 13, 2009

New

Hi i am saumil shah.